ચક્કાજામના કારણે એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ ટ્રાફિકજામ ફસાયામોરબી: (મોરબી અપડેટ) મોરબી મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝૂંબેશ સામેનો વિરોધમાં વેપારીઓનો ચક્કાજામ વધુ ઉગ્ર બન્યો છે. તખ્તસિંહજી રોડ પર વેપારીઓએ શરૂ કરેલું આંદોલન હવે વધુ આક્રમક બન્યું છે, જેમાં કોગ્રેસના જિલ્લા સ્તરના નેતાઓ ચક્કાજામમાં જોડાઈને વેપારીઓને સમર્થન આપ્યું છે.શિવાની સિઝન પાસેના મુખ્ય ચોકમાં ચક્કાજામ: રસ્તા પર બેસી ગયા નેતાઓતખ્તસિંહજી રોડ પર આવેલી શિવાની સિઝન પાસેના મુખ્ય ચોકમાં વેપારીઓ અને કોંગ્રેસના કાર્યકરોએ એકઠા થઈને રસ્તો રોકી દીધો હતો. આ આંદોલનમાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની સાથે હવે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા પણ જોડાયા છે. બંને નેતાઓ વેપારીઓ સાથે રસ્તા પર બેસી જતા મામલો વધુ ગરમાયો હતો.પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ગરમાગરમીશિવાની સિઝન પાસેના ચોક પાસે જ્યારે પોલીસે ચક્કાજામ કરી રહેલા વેપારીઓ અને કોંગ્રેસના નેતાઓને અટકાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભારે ખેંચતાણ અને ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા ટ્રાફિક ખુલ્લો કરાવવા સમજાવટના પ્રયાસો કરાયા હતા, પરંતુ વેપારીઓ જપ્ત કરેલો સામાન પરત આપવાની અને હેરાનગતિ બંધ કરવાની માંગ પર અડગ રહ્યા હતા.શહેર બાનમાં: એમ્બ્યુલન્સ અને વાહનચાલકો અટવાયાચક્કાજામની અસર આખા મોરબી શહેરમાં જોવા મળી રહી છે. મુખ્ય માર્ગો પર વાહનોના થપ્પા લાગી ગયા છે. ગંભીર બાબત એ છે કે, આ ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનો પણ ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સામાન્ય વાહનચાલકો કલાકો સુધી અટવાતા ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.હવે શું? તંત્ર સામે પડકારએક તરફ વેપારીઓનો ઉગ્ર રોષ અને બીજી તરફ જામ થયેલું શહેર—આ પરિસ્થિતિમાં હવે મોરબી મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર શું વચગાળાનો રસ્તો કાઢે છે તેના પર સૌની નજર છે. શું પાલિકા જપ્ત કરેલો સામાન પરત કરશે કે પછી આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવશે? તે જોવું રહ્યું.મોરબીના ગ્રાઉન્ડ ઝીરો પરથી સીધા સમાચાર માટે જોતા રહો 'મોરબી અપડેટ'.#MorbiUpdate #BreakingNews #MorbiProtest #TrafficJam #KishorChikhaliya #PushparajsinhJadeja #MorbiCity #GujaratPolitics