31 જાન્યુઆરી સુધીમાં નામ નોંધવાના રહેશે: 1 થી 3 નંબર મેળવનાર વિજેતાઓને ખાસ પુરસ્કારમોરબી: મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળિયાના બ્રહ્મ બંધુઓ માટે એક વિશેષ જ્ઞાનવર્ધક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ડો. લહેરૂ લેબોરેટરીના સૌજન્યથી આગામી 1 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ સાંજે 05:00 કલાકે મોરબી સ્થિત પરશુરામ ધામ ખાતે 'સામાન્ય જ્ઞાન કસોટી' પરીક્ષા યોજાશે.જેમાં 12 વર્ષથી લઈને 100 વર્ષ સુધીના તમામ બ્રહ્મ બંધુઓ ભાગ લઈ શકશે. આ કસોટીમાં કુલ 25 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના માટે 15 મિનિટની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. સ્પર્ધામાં 1 થી 3 નંબર મેળવનાર વિજેતાઓને ખાસ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ 31/01/2026 સુધીમાં બી. કે. લહેરૂ (9913222283), ભુપતભાઈ પંડયા (9825671698) અને અજયભાઈ રાવલ (9978489525) નો સંપર્ક કરવા જણાવાયું છે.