માળિયા (મિયાણા) : GUJCOST (ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી) દ્વારા આયોજિત NATIONAL STEM QUIZ 4.0 અંતર્ગત માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક બંને વિભાગનો પ્રારંભિક રાઉન્ડ ઓનલાઇન માધ્યમથી યોજાયો હતો. તાજેતરમાં જાહેર થયેલ તાલુકા કક્ષાના પરિણામોમાં માળિયા તાલુકામાં સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચીના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરી શાળા તેમજ ગામનું ગૌરવ વધાર્યું છે.માધ્યમિક વિભાગ (જૂનિયર લેવલ)માં તાલુકાના ટોપ 5માંથી તમામ 5 સ્થાન સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચીના વિદ્યાર્થીઓએ મેળવ્યા છે, જ્યારે ઉચ્ચ માધ્યમિક વિભાગ (સિનિયર લેવલ)માં ટોપ 5માંથી 3 સ્થાન પણ આ જ શાળાના વિદ્યાર્થીઓએ મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.માધ્યમિક વિભાગ (જુનિયર લેવલ)માં 1) આયુશી રાજેશભાઈ કૈલા (ધોરણ – 10)- પ્રથમ નંબર, 2) મીરા જીતેન્દ્રભાઈ કૈલા (ધોરણ – 10) -બીજો નંબર, 3) ગીતા સુરેશભાઈ જશાપરા (ધોરણ – 10)- ત્રીજો નંબર, 4) કર્તવ્ય પ્રફુલભાઈ ગોહિલ (ધોરણ – 10)- ચોથો નંબર, 5) થેમસી જયેશભાઈ પારજીયા (ધોરણ – 10)- પાંચમો નંબર મેળવ્યો છે. ઉચ્ચમાધ્યમિક વિભાગ (સિનિયર લેવલ)માં 1) અક્ષી હિતેન્દ્રભાઈ વિડજા (ધોરણ – 11) - બીજો નંબર, 2) વિભુતી સુરેશભાઈ કૈલા (ધોરણ – 11) - ત્રીજો નંબર, 3) મૈત્રી મહેશભાઈ ઉનાલીયા (ધોરણ – 11) - પાંચમો નંબર મેળવ્યો છે. બંને વિભાગોમાં પ્રારંભિક રાઉન્ડમાં વિજેતા બનેલા આ તમામ વિદ્યાર્થીઓ હવે ઝોન કક્ષાની સ્પર્ધા માટે ભુજ ખાતે ભાગ લેવા જશે. આ સિદ્ધિ બદલ વિજેતા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તથા ગ્રામજનોએ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. તેમજ ઝોન કક્ષાએ પણ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી આચાર્ય મેહુલભાઈ ભોરણીયા તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.