મોરબી : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તારીખ 20 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધીમાં 5 ઈન્ડસ્ટ્રીઝમાં 90 માણસોને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી. વધુ પ્રિવેન્શનના ભાગરૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઈન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડિંગનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરાયું હતું અને સાથે ફાયર એનઓસી ન ધરાવતા બિલ્ડિંગને નોટીસ આપવામાં આવી હતી અને પ્રિવેન્શનને લગતી સૂચના અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી હતી. અગાઉ અપાયેલ નોટીસના પગલે 172 કોમ્પ્લેક્ષ અને 34 સમાજવાડીમાં ફાયરની સિસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે. અને આ સમયમાં 4 ફાયર સેફ્ટી એપ્રુવલ માટેની અરજી આવી છે જે આર.એફ.ઓ કચેરીમાં ફોરવર્ડ કરાઈ છે.સામાકાંઠે હોસ્પિટલમાં આગની મોકડ્રીલ યોજાઈતારીખ 27 જાન્યુઆરીના રોજ મોરબીના સામા કાંઠે માળિયા ફાટક પાસે આવેલ સમર્પણ હોસ્પિટલના સંચાલક દ્વારા મોરબી મહાનગરપાલિકા હસ્તકની ફાયર એન્ડ ઈમરજન્સી શાખાને આગ અને બે વ્યક્તિ ફસાયા હોવાનો કોલ કરતાં ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી અને હોસ્પિટલના બીજા માળે ફસાયેલા 2 વ્યક્તિને રેસ્ક્યૂ કરી એમ્બ્યુલન્સ મારફત અન્ય હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે અંતે મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા આ મોકડ્રીલ જાહેર કરવામાં આવતા હોસ્પિટલ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. આ મોકડ્રીલનો હેતું હોસ્પિટલમાં આગ કે અન્ય કોઈ દુર્ઘટના બને ત્યારે કઈ રીતે કેઝ્યુલીટીને બચાવવી તે હતો. આ મોકડ્રીલ અને રેસ્ક્યૂ કામગીરીએ ફાયર બ્રિગેડની સજ્જતા અને આધુનિક ક્ષમતાનું પ્રદર્શન હતું.મોરબીમાં 2 રેસ્ક્યૂ કોલ તેમજ મોરબીમાં 1 આગના બનાવ બને તેમાં ફાયરના જવાનો ફુલ PPE પહેરીને ફાયર ફાયટિંગ કરવામાં આવે છે. આવી દુર્ઘટના સમયે મોરબીવાસીઓ ફાયર અને ઈમરજન્સી સર્વિસ 02822-230050 અને 101 તથા 112 પર સંપર્ક કરી શકે છે.