ડીઝલ ચોરવા ઉપયોગમાં લીધેલ કાર પણ કબ્જે લેવાઈમોરબી : મોરબી માળીયા નેશનલ હાઇવે પર બે દિવસ પૂર્વે બહાદુરગઢ ગામના પાટિયા પાસે તેમજ ગાળા નજીકથી અલગ અલગ ડમ્પર ટ્રકમાંથી ડીઝલ ચોરીના બનાવમાં કચ્છની સમાગેંગની સંડોવણી સામે આવતા એક આરોપીને ઝડપી લીધા બાદ મોરબી તાલુકા પોલીસે સમાગેંગના વધુ બે આરોપીઓને ડીઝલ ચોરીમાં ઉપયોગના લીધેલ કાર સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી માળીયા નેશનલ હાઇવે પર બહાદુરગઢ ગામના પાટિયા પાસેથી તેમજ ગાળા ગામ નજીકથી બે દિવસ પૂર્વે વહેલી પરોઢે ડમ્પર ટ્રકની ડીઝલ ટેન્ક તોડી ડીઝલ ચોરી પ્રકરણમાં બે અલગ અલગ ફરિયાદ નોંધી તાલુકા પોલીસે કચ્છના નાના દીનારા ગામની સમાગેંગના એક આરોપીને ઝડપી લીધા બાદ મંગળવારે તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે કચ્છ માધાપરના સમાગેંગના સાગરીત અસલમ ઉર્ફે અનવર કમલમિશ્ર સમા અને આરોપી ઉસ્માન મલેકભાઈ સમાને જીજે - 12 - સીડી - 0070 નંબરની સ્વીફ્ટ કાર સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.