બાળકો, વૃદ્ધો અને સગર્ભાઓ શું રાખવી જોઈએ કાળજી ? જાણો ડો. હેમાંગી ડી. મહેતા પાસેથીમોરબી (ડો. હેમાંગી ડી. મહેતા) : હાલ શિયાળામાં કડકડતી ઠંડી પડી રહી છે. શિયાળાની ઋતુમાં આરોગ્યની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી હોય છે ત્યારે ગાંધીનગરની ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. હેમાંગી ડી. મહેતાએ શિયાળામાં શરીર, ત્વચા અને આરોગ્યની ખાસ કાળજી અંગે કેટલીક જરૂરી ટિપ્સ આપી છે.સૌપ્રથમ તો શિયાળામાં ઠંડીથી બચાવ ગરમ કપડાં પહેરો (સ્વેટર, મફલર, ટોપી), વહેલી સવાર અને મોડીરાત્રે બહાર જવાનું ટાળો, ઠંડા પવનથી કાન અને ગળાનું રક્ષણ કરો. આહાર (ખોરાક)માં ગરમ અને પોષણયુક્ત ખોરાક લો, સૂપ, દાળ, ખીચડી, ઉકાળેલી શાકભાજી લાભદાયી, તલ, ગુંદ, શીંગ, ચણા, ડ્રાયફ્રૂટ્સ મર્યાદામાં લો, બહુ ઠંડા પદાર્થો (આઈસક્રીમ, ઠંડા પીણાં) ટાળો. ઠંડી હોવા છતાં પૂરતું પાણી પીવો, શક્ય હોય તો હળવું ગરમ પાણી પીવો.ત્વચાની સંભાળ માટે નાહ્યા પછી તરત મોઈશ્ચરાઈઝર અથવા તેલ લગાવો, વધુ ગરમ પાણીથી નાહવાનું ટાળો, હોઠ માટે લિપ બામનો ઉપયોગ કરો. પૂરતી ઊંઘ લો, રાત્રે વહેલા સૂવાનો પ્રયત્ન કરો. નિયમિત હળવો વ્યાયામ કરો, પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર ખૂબ લાભદાયી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તુલસી, આદુ, મરીવાળી ચા લો, વિટામિન Cવાળા ફળો (નારંગી, આમળા) લો, શરદી-ખાંસીના લક્ષણો અવગણશો નહીં.બાળકો અને વૃદ્ધોની કાળજી માટે બાળકોને પૂરતા ગરમ કપડાં પહેરાવો, વૃદ્ધોને ઠંડા ફ્લોર પર બેસવા ન દો, શિયાળામાં બાળકોની ખાસ કાળજી ખૂબ જરૂરી છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ પુખ્ત લોકો કરતાં નાજુક હોય છે.શિયાળામાં બાળકોની ખાસ સંભાળબાળકોને લેયરવાળા ગરમ કપડાં પહેરાવો, માથું, કાન, ગળું અને પગ સારી રીતે ઢાંકી રાખો, ખૂબ ટાઈટ કપડાં ન પહેરાવો (રક્ત પ્રવાહ બરાબર રહે). ગરમ અને પૌષ્ટિક ખોરાક આપો, દાળ, દૂધ, ઘી, શાકભાજી, સૂપ ખૂબ લાભદાયી, તલના લાડુ, શીંગ-ચણા મર્યાદામાં, ઠંડા પીણાં, ફ્રિજનું ખોરાક ટાળો, નાનાં બાળકો માટે: અતિ ગરમ ખોરાક ન આપવો, બાળકોને સમયસર પાણી પીવડાવો, હળવું ગરમ પાણી વધુ યોગ્ય, શરદીમાં દૂધમાં થોડી હળદી આપી શકાય, નાહ્યા પછી તરત બેબી ઓઇલ/મોઈશ્ચરાઈઝર લગાવો, વધુ ગરમ પાણીથી ન ન્હલાવો, હોઠ ફાટતા હોય તો બેબી લિપ બામ અથવા ઘી લગાવો, પૂરતી ઊંઘ ખૂબ જરૂરી, રાત્રે ઠંડો પવન ન લાગે એનું ધ્યાન રાખો, બેડ ડ્રાય અને ગરમ રાખોશરદી-ખાંસીથી બચવા માટે ઠંડામાં નંગા પગ ન ફરવા દો, શરદી લાગ્યાના લક્ષણો અવગણશો નહીં, તાવ, સતત ખાંસી હોય તો તરત ડૉક્ટરને બતાવો, ઘરેલું ઉપાયમાં તુલસી-આદુનું પાણી લો (ઉંમર મુજબ), સવારનો હળવો તડકો બાળકો માટે લાભદાયી, ઘરઆંગણે રમવા પ્રોત્સાહન આપો, બહુ વહેલી સવારમાં બહાર રમવું ટાળો, રોગપ્રતિકારક શક્તિ વધારવા આમળા, નારંગી જેવા ફળ હળદરવાળું દૂધ, સંતુલિત આહાર અને સ્વચ્છતાશિયાળામાં સગર્ભાની વિશેષ સંભાળઢીલા અને ગરમ કપડાં પહેરો, પેટ, કમર અને પગ સારી રીતે ઢાંકી રાખો, અચાનક ઠંડા પવનથી બચો, ગરમ, તાજું અને સંતુલિત ખોરાક લો, દાળ, લીલા શાક, દૂધ, ઘી, ખીચડી, સૂપ, ડ્રાયફ્રૂટ્સ મર્યાદામાં (ડૉક્ટરની સલાહ મુજબ), વધુ તીખો, તેલિયો ખોરાક ટાળો, આયર્ન અને કેલ્શિયમયુક્ત આહાર ખાસ જરૂરી. ઠંડામાં પણ પૂરતું પાણી પીવો, હળવું ગરમ પાણી વધુ સારું, નાળિયેર પાણી, સૂપ લાભદાયી. ત્વચા શુષ્ક ન થાય તે માટે મોઈશ્ચરાઈઝર/તેલ, નાહવા માટે બહુ ગરમ પાણી ટાળો, પેટ અને છાતી પર નરમ તેલથી હળવો મસાજ (ડૉક્ટરની મંજૂરીથી), પૂરતો આરામ લો, ડાબી બાજુએ સૂવું વધુ લાભદાયી, લાંબા સમય સુધી ઊભા ન રહો, ડૉક્ટરની સલાહ મુજબ હળવો વ્યાયામ, પ્રેગ્નન્સી યોગા અને વોકિંગ લાભદાયી, થાક લાગે તો તરત આરામ કરો, શરદી-ખાંસીથી બચવા સ્વચ્છતા રાખો, બીમાર વ્યક્તિથી અંતર રાખો, કોઈપણ દવા ડૉક્ટરની સલાહ વિના ન લો, નિયમિત એન્ટિનેટલ ચેકઅપ, રિપોર્ટ્સ અને દવાઓ સમયસર, કોઈ અસામાન્ય લક્ષણ (ચક્કર, પેટદર્દ, રક્તસ્રાવ) તરત જણાવી દો, સકારાત્મક વિચાર રાખો, તણાવ ટાળો, પરિવારનો સહારો લો, પૂરતો આરામ અને આનંદદાયક પ્રવૃત્તિઓ કરો.