મોરબી: મોરબી ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 28/01/2026 ને બુધવારના રોજ મેઇન્ટનન્સની કામગીરીને પગલે કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં ઘુંટું - 2 સબસ્ટેશનમાંથી નીકળતા વુગા JGY તથા માંડલ ખેતીવાડી ફીડર (ઘુંટું ગામ તથા આસપાસનો વિસ્તાર) સવારે 8:00 થી સાંજે 5:00 સુધી વીજકાપ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.