ટંકારા : ટંકારાના મોટા ખીજડીયા ગામે આગામી તારીખ 29 જાન્યુઆરી ને ગુરુવારના રોજ તત્સત નેચર ક્યોર અને રિસર્ચ સેન્ટર ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ પ્રકારના વાત રોગોના નિષ્ણાત ડો. મમતા વળુના અધ્યક્ષ સ્થાને આ કેમ્પ યોજાશે. કેમ્પમાં નિદાન તેમજ માર્ગદર્શન સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે. આ કેમ્પમાં સંધિવા, ગાંઠિયા વા, સ્નાયુનો દુ:ખાવો, કમરનો દુ:ખાવો, ઘૂંટણનો દુ:ખાવો જેવા રોગોની સારવાર કરવામાં આવશે. વધુ માહિતી માટે મો. નં. 8858840140 પર સંપર્ક કરવા જણાવ્યું છે.