મોરબી : 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ મકનસર ગામ પાસે રાષ્ટ્ર ધ્વજ કચરામાં ફેંકી દેવાયા હોવાનું સામે આવતા રાષ્ટ્રપ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળે છે. એક જાગૃત નાગરિક દ્વારા આ અંગે વીડિયો બનાવીને મોરબી અપડેટને જણાવ્યું હતું કે, મકનસર ગામ પાસે કચરાના ઢગલાં રાષ્ટ્રધ્વજ જોવા મળ્યા હતા. રાષ્ટ્રધ્વજની સાથે આ કચરમાં મકમસરની એક ખાનગી સ્કૂલનો કચરો અને ભાજપના ઝંડો પણ જોવા મળ્યો હતો. પ્રજાસતાક પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજ કચરામાં જોવા મળતા રાષ્ટ્રપ્રેમી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.