વિવિધ શાળા-કોલેજો, જાહેર-ખાનગી સ્થળોએ ધ્વજવંદન કરાયુંટંકારા સિવિલ કોર્ટ કેમ્પસ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીટંકારા : ટંકારામાં નવનિર્મિત સિવિલ કોર્ટ ખાતે 77માં પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ટંકારાના નવનિર્મિત સિવિલ કોર્ટ કેમ્પસ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટંકારાના પ્રિન્સિપલ સિવિલ જજ એસ. જી. શેખના વરદ હસ્તે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોર્ટના કર્મચારીઓ, વકીલ મંડળના સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણીમોરબી : શિક્ષણની સાથે રાષ્ટ્રભાવના પણ ઉજાગર થાય, વિધાર્થીઓ ભવિષ્યના એક જવાબદાર ભારતીય નાગરિક બને તેવા ઉમદા હેતુસર મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી .આ કાર્યક્રમની શરુઆત ધ્વજવંદન અને રાષ્ટ્રગાન દ્વારા થઇ હતી. ત્યારબાદ સંસ્થાના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ દ્વારા આવકાર અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્ય અતિથિ એવા પાયલબેન સોરીયા કે જેઓ ગુજરાત સરકારમાં નાયબ મામલતદાર કેડરના અધિકારી તરીકે કાર્યરત છે તથા પર્યાવરણવિદ અને પુસ્તક મિત્ર એવા ઘનશ્યામભાઈ ડાંગર હાજર રહ્યા હતા. આ તકે તેમના દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું .વિધાર્થીઓએ દેશભક્તિ ને લગતા વક્તવ્યો, નાટકો અને ગીતો રસપ્રદ અને છટાદાર શૈલીમાં રજુ કર્યા હતા.ઉપરાંત જે વિધાર્થીઓએ કોલેજ અભ્યાસ દરમિયાન ખુબ જ પ્રતિષ્ઠિત કહી શકાય તેવી CA-FOUNDATION તથા CA-FINAL જેવી કારકિર્દીલક્ષી પરીક્ષા પાસ કરનાર તેજસ્વી વિધાર્થીઓ, વિવિધ ફેકલ્ટીઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર તેજસ્વી વિધાર્થીઓ અને કોમર્સ વિદ્યાશાખાના મુખ્ય કહી શકાય તેવા વિષય ACCOUNTANCY (નામા પધ્ધતિ) માં યુનિવર્સીટીકક્ષાએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવનાર તેજસ્વી વિધાર્થીઓનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનવવા માટે કોલેજના તમામ સ્ટાફ, વિધાર્થીઓએ ખુબ જ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રાધ્યાપક મનહરભાઈ શુદ્રા દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની સમાપન વિધિ કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપક અનિલભાઈ કંસારા દ્વારા કરવામાં આવી હતી.મોરબી કાંતિપુર ગામમાં પ્રજાસતાક પર્વની ઉજવણી મોરબી : મોરબી તાલુકાના કાંતિપુર પ્રા. શાળામાં 77 માં પ્રજાસતાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ગામમાં સૌથી વધુ ભણેલી દીકરી ઠોરિયા મયુરીબેન દિનેશભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું, ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો.ધોરણ 1 થી 5 ની શાળામાં માત્ર 20 બાળકોની સંખ્યામાં પણ 20 જેટલી બેસ્ટ કૃતિઓ રજૂ કરવામાં આવી. 19400 જેટલો રોકડ ફાળો ગામના વીર ભામાશા દ્વારા આપવામાં આવ્યો. ઠોરિયા પ્રાણજીવન ભાઈ દ્વારા શાળાના તમામ બાળકોને બુટ મોજા આપવાની જાહેરાત કરી, શાળાના પૂર્વ આચાર્યશ્રી ધનજીભાઈ ઠોરિયા અને ગ્રામ અગ્રણી કલોલા અરવિંદભાઈ દ્વારા શાળાના તમામ બાળકોને શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી. આ તકે ગામના દાતાશ્રી એવા smc અધ્યક્ષ રાજુભાઈ કલોલા, પૂર્વ smc અધ્યક્ષ કાંતિલાલ આદ્રોજા, અરવિંદભાઈ કલોલા, વલ્લભભાઈ વાઘજીભાઈ, શાળાના પૂર્વ આચાર્ય ધનજી સાહેબ ઠોરિયા, રમેશભાઈ કલોલા, ધર્મેન્દ્રભાઈ ઠોરિયા, નીતિનભાઈ અગ્રાવત, મહેશભાઈ પરમાર તથા પૂનમબેન પરમારનું સાલ ઓઢાડી અને પુસ્તક વડે સન્માન કરવામાં આવ્યું.શાળાના સ્ટાફની સક્રિય કામગીરી જોઈને smc સભ્યો તથા ગ્રામ અગ્રણી વડીલોએ શાળાના આચાર્ય એવા સંજયભાઈ ગઢવી તથા સ્ટાફ બેન પૂજાબેન ચાંચડિયા નું સાલ ઓઢાડી વિશેષ સન્માન કરી કામગીરીને બિરદાવવામાં આવી. કાર્યક્રમના અંતે સૌને પ્રસાદી આપી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.ટંકારા તાલુકાની નેસડા સુરજી પ્રા.શાળામાં પ્રજાસતાક પર્વની ઉજવણી ટંકારા : ટંકારા તાલુકાની નેસડા સુરજી પ્રા. શાળામાં ૭૭ માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગ રૂપે તા.૨૫/૦૧/૨૦૨૬ ની રાત્રે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ઊંચી ઉડાન-૨ રજૂ કરવામાં આવેલ હતો. જેમાં બાળકોએ ૨૩ જેટલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં ગામ લોકો દ્વારા ૨ લાખ રૂપિયાનો ફાળો શાળા માટે કરવામાં આવ્યો હતો. તથા દાતાઓ દ્વારા બાળકોને સીલ્ડ તથા શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગામના આગેવાનો, વડિલો, યુવાનો, એસ.એમ.સી અધ્યક્ષ તથા સભ્યો અને શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.મોરબીના અદેપર ગામમાં પ્રજાસતાક પર્વની ઉજવણીમોરબી : મોરબીના અદેપર ગામની પ્રાથમિક શાળામાં 77 માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી સરપંચ જનકસિંહ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું.શાળાના બાળકોએ ખૂબ જ સુંદર કાર્યક્રમ રજૂ કર્યો. બાળકોને ગ્રામજનો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સરપંચ જનકસિંહ ઝાલા દ્વારા ગામમાં વિવિધ ક્ષેત્રમાં સેવા આપતા નારી શક્તિઓનું સન્માન કરવામાં આવ્યું.