ગોઝારો ભૂકંપ ! ધરતીકંપની ધ્રુજારી પચાવી મોરબીએ વિકાસની હરણફાળ ભરીકુદરતની થપાટથી ભાંગી પડેલા મોરબીએ છેલ્લા બે દાયકમાં સિરામિક ઉદ્યોગ થકી વિશ્વમાં ડંકો વગાડ્યોમોરબી : 26મી જાન્યુઆરી 2001નો સૂરજ મોરબી માટે આફત લઈને ઉગ્યો હતો.1979ની જળહોનારતની કસર બાકી રહી ગઇ હોય તેમ કુદરતે ભૂકંપરૂપે ધરતી ધ્રુજાવી મોરબી પંથકમાં એક જ ઝાટકે તબાહી મચાવી હતી.કચ્છ નજીક કેન્દ્ર બિંદુ ધરાવતા ભૂકંપની તીવ્ર અસર મોરબીમાં જોવા મળી હતી. અહીં 236 લોકોના જીવ ગયા હતા સાથે જ 50 હજાર મકાનોને નુકશાન થયું હતું . જો કે, ભૂકંપની કારમી થપાટ બાદ મોરબી જળહોનારત બાદ ફિનિક્સ પંખીની જેમ બેઠું થયું હતું એથી પણ બમણાં જોશથી બેઠું થઈ ભૂકંપના અઢી દાયકા બાદ ગોજારી ઘટનાને વિસરી અઢી દાયકામાં સિરામિક ઉદ્યોગક્ષેત્રે વિશ્વમાં ડંકો વગાડી દીધો છે.વર્ષ 2001ની 26 જાન્યુઆરીની સવારે 8.45 કલાકે 7.7ની તિવ્રતાના ભૂકંપે મોરબી શહેરને સતત 40 સેકન્ડ સુધી ધ્રુજાવી દીધું હતું.ધરતીકંપની આ ધ્રુજારીમાં રાજ્યમાં હજારો લોકો મોતની નિંદરમાં કાયમી સુઈ ગયા હતા.મોરબીમાં દરબારગઢ વિસ્તાર અને સામાકાંઠે હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સૌથી વધુ અસર થઈ હતી. જેમાં સમગ્ર મોરબી તાલુકામાં 236 વ્યક્તિ ભૂકંપનો ભોગ બન્યા હતા. અને 50 હજારથી વધુ મકાનોને નુકસાન પહોંચ્યું હતું. તાલુકાના 82 ગામોને અસર પહોંચી હતી. જેમાં 40 જેટલા ગામોમા તો 90 ટકા ઘર નાસ પામ્યા હતા. અને કેટલાક ગામો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા હતા. સાથે જ ભૂકંપને પગલે શહેરી વિસ્તારમાં 130 લોકો મૃત્યુ પામ્યા હતા.એક જ પરિવારના 11 સભ્યો એક સાથે મોતને ભેટયા હતા.મોરબીમાં આવેલ ગોઝારા ભૂકંપ દરમિયાન લાતી પ્લોટમાં કાચનો ધંધો કરતાં યોગેશભાઈ શાંતિલાલ મહેતાએ ભીની આંખે જણાવ્યું હતું કે, 24 જાન્યુ 2001ના રોજ તેમના પિતા શાંતિલાલ મહેતાનું અવસાન થતા 26 જાન્યુઆરીએ દરબારગઢ મેઇન રોડ પર આવેલા તેમના ઘેર ઉઠમણું રાખ્યું હતું. આ ઉઠમણામાં મુંબઈ, અમદાવાદ, સુરત અને ગાંધીધામથી આવેલા પરિવારજનો શોકમાં બેઠા હતા ત્યારે જ ભૂકંપ આવાતા તેમના પરિવારના 11 લોકો સહીત 17 લોકોના મૃત્યુ નિપજ્યા હતા.આ ઘટના હું કે મારા પરિવારના સભ્યો ક્યારેય ભૂલી શકીએ તેમ નથી.દરબાર ગઢ વિસ્તારમાં મચ્છુ હોનારત કરતા પણ ભૂકંપે વધુ વિનાશ વેર્યોમોરબીના નિવૃત આર્મીમેન મેજર એમ.જી.મારુતિ ભૂકંપની યાદો તાજી કરતા જણાવે છે કે, તેઓ વર્ષોથી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ધ્વજવંદન કરાવતા હોય 2001ની 26 જાન્યુઆરીએ ધ્વજવંદનની તૈયારી સમયે જ ગોઝારો ભૂકંપ આવ્યો હતો.જો કે, ધ્વજવંદન પૂર્ણ કરી તેઓ ગ્રીન ચોક દરબારગઢ તરફ ગયા ત્યારે ચોતરફ કાટમાળમાં પથ્થરો પડયા હતા અને આગળ જવું મુશ્કેલ હતું. આ સમયે તેમની સાથે રહેલા મેજર પટેલના પત્ની પર કન્યાશાળાની દિવાલમા પથ્થર પડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.તેઓએ ઉમેર્યું હતું કે, મચ્છુ જળહોનારત કરતા પણ ભૂકંપે જુના મોરબી અને સામાકાંઠા વિસ્તારમાં વધુ વિનાશ વેર્યો હતો.400 વિદ્યાર્થીઓએ દોઢ મહિનો નવ ગામમાં કાટમાળ હટાવ્યોમેજર એમ.જી.મારુતિએ જણાવ્યું હતું કે, ગોઝારા ભૂકંપે મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વિનાશ વેર્યો હતો.ગામોના ગામ ખંઢેર બની ગયા હતા. આ સમયે તેઓ તેમજ તેમના સાથીઓને બગથળા ગામ અને આજુબાજુના 9 ગામોની જવાબદારી સોપાઈ હોય 400 વિદ્યાર્થીઓ સાથે મળી સતત દોઢ મહિનો સુધી કાટમાળ હટાવવાની તથા પુન:વસનની કામગીરી કરી હતી.સિરામિક, પેપરમિલ, પોલી પ્લાસ્ટ સહિતના ઉદ્યોગોએ મોરબીની સિકલ બદલાવીભૂકંપની ગોઝારી દુર્ઘટના બાદ મોરબી કારમી થપાટને ભૂલી આજે વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યું છે. 25 વર્ષના સમયગાળામાં ખાસ કરીને મોરબીએ સિરામિક ઉદ્યોગ થકી દેશમાં જ નહીં બલ્કે વિશ્વભરમાં ડંકો વગાડી વિશ્વમાં બીજા નંબરનું સ્થાન હાંસલ કર્યું છે.સાથે જ આજે અહીં પેપરમિલ, પોલી પ્લાસ્ટ, લેમીનેટ્સ સહિતના ઉદ્યોગ થકી દેશ - વિદેશમાં નામના મેળવી ભૂકંપની થપાટને ભૂલી સ્વબળે વિકાસની હરણફાળ ભરી છે.