ટંકારા : આજે ટંકારા ખાતે મોરબી જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર કે. બી. ઝવેરીના હસ્તે ધ્વજવંદન કરાયું હતુ. જુદી જુદી શાળાના બાળકોએ દેશભક્તિની કૃતિઓ રજૂ કરી હતી. કલેકટરે વિવિધ વિભાગોના થયેલા વિવિધ વિકાસકામો જણાવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કલેક્ટરે ખુલ્લી જીપમાં સવાર થઈ સૌનું અભિવાદન ઝીલ્યું હતું.આ ઉપરાંત જિલ્લાના વિવિધ વિભાગના શ્રેષ્ઠ કાર્ય કરનાર કર્મચારીઓ અને જિલ્લાનું નામ રોશન કરનાર રમતવીરો અને કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ટેબલોની પરેડ યોજાઈ હતી. જેમાં વન વિભાગ, શિક્ષણ વિભાગ, પીજીવીસીએલ, આંગણવાડી સહિતના વિભાગના નવ જેટલા ટેબલો આ પરેડમાં જોડાયા હતા.આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પોલીસવડા મુકેશકુમાર પટેલ, અધિક કલેકટર એસ.જે. ખાચર, જિલ્લા વન અધિકારી સુનિલ બેરેવાલ, પશ્ચિમ ક્ષેત્રના સર સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેસીયા, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ ઊર્મિલાબેન માંડલીયા, જિલ્લાના અધિકારોઓ હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.