ટંકારા :આજ રોજ ટંકારા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને કલાકારોનું કલેકટર, એસપી, ડીડીઓ સહિતના અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં શિક્ષણ વિભાગમાં મોરબી જિલ્લાની પ્રથમ ક્રમાંકની શ્રેષ્ઠ શાળા તરીકે મોરબીની શ્રીમતી ડીજેપી કન્યા વિદ્યાલયને સન્માનિત કરાઈ હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને વિશિષ્ટ પદ્ધતિથી શિક્ષણ સાથે અન્ય પ્રવૃતિઓમાં પારંગત બનાવવાની કામગીરી બદલ ટંકારાની વાઘગઢ પ્રાથમિક શાળાને સન્માનિત કરાઈ હતી. પોલીસ વિભાગમાં વાંકાનેરના નાયબ પોલીસ અધિક્ષક સમીર સરડા અને ટંકારાના પોલીસ ઇન્સ્પેક્ટર કે. એમ. છાસિયાને સન્માનિત કરાયા હતા. સાથે જ ટંકારા આર.પી.આઈ એસ.એમ. ચૌહાણ, મોરબી એલસીબી પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા, મોરબી રીડર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. પી. જાડેજા, મોરબીના એ. એસ.આઈ. અજીતસિંહ સિસોદિયા, એસ.આઈ મુકેશભાઈ જોગરાજીયા, પેરોલ ફ્લો સ્કવોડના એ. એસ.આઇ. વિક્રમસિંહ બોરાણા, એ. એસ.આઇ. સંજયકુમાર પટેલ, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ગઢવી, પોલીસ કોન્સ્ટેબલ પેરોલ ફ્લો સ્કવોડના પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશભાઈ કાસુન્દ્રાનું સન્માન કરાયું હતું.જ્યારે મોરબીના મહેસુલ નાયબ મામલતદાર મિલનકુમાર પટેલ, વાંકાનેર મહેસુલ નાયબ મામલતદાર હસમુખભાઈ કણજારીયા, ટંકારા મહેસૂલ મામલતદાર બીપીનભાઈ પેથાપરા, મોરબી શહેર મહેસુલ નાયબ મામલતદાર રવિરાજ હુંબલ, ટંકારા વિસ્તરણ અધિકારી આઈ.એ. પરાસરા, મોરબી ઇમરજન્સી મેડિકલ ટેકનીશીયન દીપિકા પરમાર, પાયલટ સલીમ ભૂંગારનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત રાષ્ટ્ર કક્ષાએ ટેકવેન્ડો રમતમાં ગોલ્ડ મેડલ મેળવનાર મીત ખટાણા અને રાજદીપ ટોયટા, બેડમિન્ટનમાં ઇન્ટર ઝોનલ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ મેળવનાર કાવ્યા મારવાણીયા, આરબીએસકે મેડિકલ ઓફિસર મોરબી આરોગ્ય વિભાગના ડો. શીતલ જાની, ડો. અમિત ઘેલાણી, મોરબી મેડિકલ ઓફિસર ડો. જીગ્નેશ પંચાસરા, કલાકાર હર્મન શેઠ, રાજ્યકક્ષા યુવા ઉત્સવમાં કાવ્ય લેખનમાં પ્રથમ ક્રમાંક મેળવી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર સત્યરાજસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ રાણાનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું.