મનુપાર્કમા દરોડા દરમિયાન નાની મોટી 72 બોટલ દારૂ કબ્જે, આરોપી ફરારમોરબી : મોરબી શહેરના શનાળા બાયપાસ નજીક આવેલ મનુભાઈ પાર્કમાં પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી વિદેશી દારૂની નાની - મોટી 72 બોટલ મળી આવી હતી.જો કે, દરોડા દરમિયાન આરોપી ઘેર હાજર નહિ મળી આવતા પોલીસે ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શનાળા બાયપાસ પર આવેલ મનુભાઈ પાર્કમાં આરોપી નિલેશ ઉર્ફે હકુ પુનાભાઈ વાળાના રહેણાંકમાં દરોડો પાડતા વિદેશી દારૂની 750 મીલીની 30 બોટલ તેમજ 180 મીલી માપની 42 બોટલ મળી કુલ રૂપિયા 23,250ની કિંમતની 72 બોટલ મળી આવી હતી. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીને ફરાર દર્શાવી તપાસ શરૂ કરી છે.