માતાની ફરિયાદના આધારે પોલીસે તત્કાલ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લીધો મોરબી : સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં સામે આવી છે. જેમાં હેવાન બનેલા પિતાએ સગી પુત્રી પર નજર બગાડી રાત્રિના સમયે માતાની બાજુમાં સુતેલી સગીર પુત્રીને મોઢે ડૂમો દઈ નિવસ્ત્ર કરી દુષ્કર્મ ગુજારતા આ ચોંકાવનારી ઘટનામાં માતાની ફરિયાદ બાદ પાશવી દુષ્કર્મ ગુજારનાર પિતા વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ ગુન્હો નોંધી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી પિતાને ઝડપી લીધો હતો.આ ઘટના બાદ આરોપી પ્રત્યે ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે.ચકચારી કેસની વિગત જોઈએ તો ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં વિકૃત માનસિકતા ધરાવતા પિતાએ સગી પુત્રીનો દેહ અભડાવ્યો હોવાનું ચોંકાવનારી ફરિયાદ ખુદ માતાએ નોંધાવતા ગંભીર બનાવમાં પોલીસે મહિલા કાર્યકરને સાથે રાખી ભોગ બનનાર સગીરાને સાંત્વના પાઠવી જીણવટભરી પુછપરછનાં અંતે આરોપી પિતા વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.સગીરાના માતાએ જણાવ્યું હતું કે, ગત તા.23ના રોજ હેવાન બનેલા પતિએ રાત્રીના સમયે ફરિયાદીની બાજુમાં જ સૂટેલ્લી સગીર દીકરીને મોઢે ડૂમો દઈ નિવસ્ત્ર કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મની ઘટના બાદ આરોપી પિતા નાસી ગયો હતો. અતિ ગંભીર ઘટનામાં ટંકારા પોલીસે તત્કાલ કાર્યવાહી કરી આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.