મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડી પર આવેલા શોપિંગ સેન્ટર નજીક રખડતા આખલાઓએ ભારે આતંક મચાવ્યો હતો. આ રઘવાયા થયેલા આખલાએ શોપિંગ સેન્ટરની બહાર પાર્ક કરેલા કાર સહિત અનેક વાહનોને અડફેટે લઈ ભારે નુકસાન પહોંચાડ્યું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર આખલાઓને પકડવા કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી