મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના લાતીપ્લોટ શેરી નંબર 2મા શંકાસ્પદ રીતે મોટર સાયકલ પર નીકળેલા આરોપી એવા વેપારી અનિલભાઈ વાલજીભાઈ નાયકપરા રહે. ગરબી ચોક, ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ વાળાને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી રોયલ ચેલેન્જ બ્રાન્ડ વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 5200 મળી આવતા પોલીસ 15 હજારનું મોટર સાયકલ સહિત રૂ.20,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.વેપારીની પૂછતાછમાં દારૂનો આ જથ્થો વજેપરના રવિ ઉર્ફે લાલો રામજીભાઈ બાંભણીયા પાસેથી ખરીદ્યો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.