મોરબી : વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવવા અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય તથા બોર્ડની પરીક્ષાનો ડર(ભય)દૂર થાય તેવા ઉમદા હેતુથી નિલકંઠ સ્કૂલ દ્વારા તા.01/02/2026, રવિવારના રોજ મોરબીની તમામ સ્કૂલ અને કલાસીસના ધો-10 ના વિદ્યાર્થીઓ માટે MCQ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટોપ 20 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અમૂલ્ય ઈનામ આપી સન્માનિત કરવામાં આવશે. SSC બોર્ડની પરીક્ષાની પદ્ધતિ મુજબ પરીક્ષા લેવામાં આવશે અને સીટ નંબર આપવામાં આવશે.ટેસ્ટનું માળખું અને પેપર 100 માર્કનું હશે. જેમાં 25 MCQ - વિજ્ઞાન અને ટેક્નોલોજી, 25 MCQ – ગણિત, 15 MCQ - સામાજિક વિજ્ઞાન, 15 MCQ – ઇંગ્લિશ, 10 MCQ – ગુજરાતી, 10 MCQ – સંસ્કૃતના રહેશે. આ પરીક્ષા 1 ફેબ્રુઆરી ને રવિવારે સવારે 9 થી 11 વાગ્યા દરમિયાન રવાપર રોડ પર આવેલી નિલકંઠ સ્કૂલ ખાતે યોજાશે. ઈનામ વિતરણ બપોરે 12 થી 1 દરમિયાન કરાશે. પરીક્ષા પૂર્ણ થયે નાસ્તાનું આયોજન કરાયું છે. પરીક્ષા દરમ્યાન બોર્ડની પરિક્ષામાં સપ્લીમેન્ટરી ભરવા તથા ખાખી સ્ટીકર, બારકોડ સ્ટીકર લગાવવા અને અન્ય ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિષે માહિતી આપવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે forms.gle/PiXycLgdKiCVNzFr8 લિંક પર ક્લિક કરવા જણાવાયું છે. અથવા મો.નં. 9512295950 & 9512295951 પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે.