હળવદ : હળવદથી દરરોજ ક્વાંટ જતી એસટી બસને સુવિધાયુક્ત સારી હોટલ પર ઉભી રાખવા અંગે મુસાફર દ્વારા માંગ કરવામાં આવી છે. હળવદ-ક્વાંટ એસટી બસ દરરોજ સવારે 8 વાગ્યે હળવદથી ઉપડે છે. આ બસને ધ્રાંગધ્રાથી આગળ હાઈવે પર આવેલી બાપા સીતારામ હોટલ પર ઉભી રાખવામાં આવી હતી. મુસાફરે આરોપ લગાવ્યો હતો કે આ હોટલ પર મુસાફરો માટે યોગ્ય વ્યવસ્થા નહતી. જે વસ્તુ મળતી હતી તેની ગુણવત્તા સારી ન હોવાનું જણાવ્યું હતું. ડ્રાઈવર અને કંડક્ટર પોતાને સારી સુવિધા મળે ત્યાં ઉભી રાખી દેતા હોવાનું પણ મુસાફરે જણાવ્યું હતું.