મોરબી (મહમદશા શાહમદાર દ્વારા) : મોરબીમાં તારીખ 30 જાન્યુઆરી ને શુક્રવારના રોજ ઉર્ષે હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો મનાવવામાં આવશે. તો તમામ સુન્ની મુસ્લિમ બિરાદરોને જાણ કરવામાં આવે છે કે મુ. ચાંદ 10 શાબાન સ.હી. 1447 અને અં. તા. 30-1-2026 ને શુક્રવારે હજરત પીરે તરીકત અલહાજ સૈયદ સિકંદરમીયા બાવા રહેમતુલ્લાહી અલ્યહેના ઉર્ષે મુબારક શાનો સૌકતથી માનાવવા આવશે. તો તેમાં હિન્દુસ્તાનના મશહૂર મુકર્રીર તકરીર ફરમાવશે અને દારૂલ ઉલૂમ ફૈઝાને મદની સરકારમાં સ્ટુડન્ટ બાળકોને ઈનામ અને ઈકરામ આપીને હોસલા બુલંદ કરવામાં આવશે, તો તમામ હજરાત આ ઉર્ષે સિકંદરીમાં શામીલ થઈ સિલસિલો કાદરીયાહ જીલ્લાનીયાહને ફૈઝાનથી માલામાલ થઈ સવાબે દારૈન હાંસીલ કરશો.આ ઉર્ષે મુબારક ઉપર નુરાની પ્રોગ્રામ જુમ્માની નમાઝ પછી બપોરે 3-30 વાગ્યે કુર્રાન ખ્વાની સીદ્દીકી મસ્જીદ પરમાં રાખવામાં આવી છે. ત્યાર બાદ અસરની નમાઝ પછી સાંજે 5 વાગ્યે શંદલ પોથી ચડાવવામાં આવશે. મોટા કબ્રસ્તાનમાં ત્યારબાદ ઈશા નમાઝ બાદ રાત્રે 10 વાગ્યે શાનદાર તકરીરનો પ્રોગામ રાખવામાં આવ્યો છે. આ તકરીર દારૂલ ઉલૂમ ફૈઝાને મદની સરકાર રહેમતે આલમ રોડ, મદીના સોસાયટી, ફુલછાબ વી.સી. પરામાં રાખવામાં આવ્યો છે. તો તમામ સુન્ની મુસ્લિમ ભાઈઓએ હાજરી આપી સવાબે દારૈન હાંસીલ કરવા ઔલાદે મદની સરકારશહેર ખતીબ સૈયદ હાજી અબ્દુલરશીદમીયા હાજી મદનીમીંયા અલ કાદરી અલ જીલ્લાની હાફીઝ વ કારી સૈયદ હાજી સિકંદરમીંયા હાજી મદનીમીંયા અલ કાદરી અલ જીલ્લાની મદની સરકાર ગ્રુપ તરફથી એક અખબાર યાદીમાં જણાવાયું છે.