રોશની કેમ કારખાનામાં ગૌવંશની કતલ કરી માસ રાંધ્યું હતુંહળવદ : હળવદ જીઆઈડીસીમાં કારખાનામાં ગૌવંશની કતલ કરી માસ રાંધવાના બનાવમાં હળવદ પોલીસે પશુ સંરક્ષણ અને પ્રાણી પ્રત્યે ક્રૂરતા નિવારણ કાયદાની કલમ મુજબ ગુંન્હો નોંધી આઠેય આરોપીઓની ધરપકડ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રોશની કેમ નામની મીઠાની ફેકટરીમાં મજૂરોની ઓરડીમાં અગાસી ઉપર ગૌવંશની કતલ કરી માસ રાંધવામાં આવતું હોવાની માહિતીને આધારે પોલીસે દરોડો પાડી એફએસએલ મારફતે માસના સેમ્પલ લેવડાવી આઠ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો. જેમાં આજે આરોપી 1. બલીમશા ફકીરશા સૈયદ 2. આમીનખાન નસીરખાન સૈયદ 3. મુમતાજઅલી યુનુશ સુલતાનઅલી સૈયદ 4. અનીશા નઇદઅલી રસીદઅલી સૈયદ 5. સલમા રાજઅલી શમસેરઅલી સૈયદ 6. રૂકશાર આમીન નસીરખાન સૈયદ રહે. બધા હળવદ, જીઆઇડીસી, રોશની કેમ નામના મીઠાના કારખાનામાં લેબર કવાટર્સમાં, મુળ રહે. મેનપૂરી રાજ્ય ઉત્તરપ્રદેશ 7. ઇકબાલ જમાલભાઇ તકવાડીયા ખાટકી,રહે.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર અને યાસીનભાઇ રહીમભાઈ ધોણીયા રહે. અન્નક્ષેત્રની બાજુમા, હળવદ વાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.