ટંકારા : આગામી તારીખ 26મી જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી ટંકારા ખાતે થશે. 26 જાન્યુઆરીના રોજ સવારે 8-45 કલાકે ટંકારાના લતીપર રોડ પર સર્કિટ હાઉસની પાછળ આવેલા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. જેમાં જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. ત્યારબાદ હર્ષ ધ્વનિ, કલેક્ટર દ્વારા પરેડનું નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વ્યક્તિ વિશેષનું સન્માન, વૃક્ષારોપણ કાર્યક્રમ સહિતના કાર્યક્રમો યોજાશે.