મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 23 જાન્યુઆરી ને શુક્રવારના રોજ 762 ક્વિન્ટલ એટલે કે 3810 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1642 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 120 ક્વિન્ટલ મગફળીની આવક થઈ છે. જેના સૌથી ઉંચા ભાવ 1340 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 553, તલના 1625, જીરુંના 4500, તુવેરના 1391, મગના 1426, અડદના 1440, ચણાના 1039, એરંડાના 1260, ગુવાર બીના 1120 અને સીંગદાણાના 1539 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આ ઉપરાંત શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 600, કારેલાના 800, ગુવારના 1900, ભીંડાના 900, ટમેટાના 700, કોબીજના 200, કાકડીના 700, લીંબુના 320, દુધીના 400 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 340 સુધીના બોલાયા હતા.