મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ ઓરિન્ડા સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઓરિસ્સા રાજ્યના વતની ધાંગા જિગલા મારંડી ઉ.26 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.