મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના નાની વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં દરોડો પાડી આરોપી દેવદાનભાઈ રવાભાઈ મકવાણા ઉ.55 રહે.કબીર પાર્ક, નાની વાવડી વાળાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઇ રૂ.5000 નો મોબાઈલ ફોન તેમજ 900 રોકડા કબ્જે કર્યા હતા.આરોપી દેવદાનભાઈ વરલીના આકડાની કપાત આરોપી જુમાભાઈ રહે.મોરબી વાળા પાસે કરાવતા હોય બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધ્યો હતો.