મોરબી : મોરબી મહાનગરપાલિકાએ શહેરમાં ભયજનક ઇમારતો હટાવવાનું સારું કામ હાથ પર લીધું છે. ત્યારે ગ્રીન ચોકમાં આવેલ પોસ્ટ ઓફિસ જે ઘણા વર્ષોથી બંધ છે અને તેમા ઊગી આવેલા પીપળાના મૂળ ને કારણે દિવાલો ફાટી છે. એ જ પીપળો ઉપર અગાશી સુધી દેખાય છે અને બાજુના કોમ્પ્લેક્સની ગેલેરી પણ ગમે ત્યારે પડી શકે તેમ છે. ત્યારે આ જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી કરવા જાગૃત નાગરિકોએ માંગ ઉઠાવી છે.