રોડ અને પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા 7 દિવસનું અલ્ટીમેટમ, આંદોલનની ચીમકીમોરબી : મોરબીના વાવડી રોડ ઉપર સ્વામિનારાયણ પાર્કમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી હોય આ મામલે મહાપાલિકાને રજુઆત કરવામાં આવી છે. જો આ પ્રશ્નનો ઉકેલ નહિ આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.સ્થાનિક નવનીતભાઈ જાદવે જણાવ્યું કે વર્ષોથી અમારા વિસ્તારમાં પાણી અને રોડ જેવી પાયાની સુવિધાઓ પણ નથી. ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે. અત્યારે પણ ભારે હાલાકી પડી રહી છે. અત્યાર સુધીમાં અનેક રજૂઆતો કરી પણ કોઈ ધ્યાન અપાયું નથી. હવે જો 7 દિવસમાં અમને સુવિધા આપવાની તૈયારી શરૂ કરવામાં નહિ આવે તો કલેક્ટરને આવેદન આપી જરૂર પડ્યે રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવશે.