ટંકારા : ભારતના ભિષ્મપિતાનું બિરૂદ ધારક શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીના પાવન જન્મ સ્થાનને બૌધોત્સવ ઉજવાય છે. જ્યાં આ વર્ષે આર્ય સમાજનો સ્થાપના શતાબ્દી મહોત્સવ 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાવાનો છે. બોધોત્સવ ઉજવણીની શરૂઆત ક્યારથી કરી? કોણે કરી? ક્યાં કરી? એની વાત અહીંયા રજૂ કરાઈ છે. સાથે જ હાલના ગુરૂકુલ જે મોરબી રાજવીનો મહેલ ખરીદી એની પણ રસપ્રદ વાત રજૂ કરવામાં આવી છે. ટંકારાની માટીમાં મૂળશંકરના પગલા પડ્યા હતા જે આખા દેશમાં ક્રાંતિની અલખ જગાવી હતી. એવા દયાનંદની અવતરણ ભૂમિમાં આર્ય સમાજની સ્થાપના થઈ જેમા 7 ફેબ્રુઆરી થી 11 ફેબ્રુઆરી મહાશિવરાત્રી સુધી ભવ્ય કાર્યક્રમ યોજાયો. જે અગાઉ પણ વાંચી ચુક્યા છીએ પરંતુ આજે બોધોત્સવ ક્યારે શરૂ થયો એની વાત કરીશું. દયારામ એટલે આપણા મહર્ષિને 1839માં અવતરણ દિવસે મહાશિવરાત્રીના પહર પૂજા દરમિયાન શિવલિંગ પર ઉંદરોના આટાફેરાથી બોધ થયો હતો. એટલે ઈ. સ. 1938 માં ટંકારા ખાતે પહેલી વખત સ્વામી શંકરાનંદજીની અધ્યક્ષતામાં એક સો વર્ષ પુર્ણ થતા હોય ઋષિ બોધોત્સવ એટલેકે શિવરાત્રી એ જ્ઞાન રાત્રી તરીકે ઉજવવામાં આવી હતી. ત્યારે ટંકારા 1926ને શિવરાત્રી આર્ય સમાજ ટંકારા સ્થાપના દિવસ તરીકે પ્રતી વર્ષ ઉજવણી કરતા પણ આ બોધોત્સવ બહુ અસરકારક નિવડયો એટલે થોડાક વર્ષો પછી 1946માં શિવરાત્રીનો બિજો બોધોત્સવ કચ્છ કાઠિયાવાડ આર્ય પ્રાદેશિક સભાના અધ્યક્ષ પ્રો. અર્જુનદેવની અધ્યક્ષતામાં યોજાયો. જેને આર્ય જગતમાં ટંકારા પ્રત્યે અલગ ચેતના જગાવી આખા ભારતનું ધ્યાન ખેંચ્યું. ઉત્સવના એક વર્ષ પછી દેશને આઝાદી પણ મળી ગઈ. પછી છેક ફરી એકવાર બમ્બઈ હાલે (મુબઈ) આર્ય ધર્મ પરિષદ દ્વારા 1958 માં ટંકારા શિવરાત્રી મહોત્સવ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમ યોજાયો હતો અને આ બાદ 10 જાન્યુઆરી ઈ. સ. 1959માં નાનજી કાલિદાસ મહેતા પોરબંદર વાળા જેમને પુ. ગાંધીજીનુ કીર્તિ મંદિર બનાવ્યું એના આર્થિક સહયોગથી મોરબી રાજવીનો ટંકારા ખાતેનો મહેલ ખરીદી કબજો લીધો અને મહારાજા ટંકારા આવે ત્યારે નગરજનોને માલુમ થાય એટલે જે ધ્વજ થંભ હતો. જેમાં વાવટો લહેરાવ્ય એટલે ખબર પડી જાય કે મહારાજા મહેલમાં પધાર્યા છે. એજ થંભ ઉપર પહેલી વખત આર્ય સમાજના પ્રતિક સમો ઓમ ધ્વજ સૌરાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ અને આર્ય વિદ્વાન મગનલાલ જોષી જામનગર વાળાએ કબજો લઈને ફરકાવયો હતો. આ સ્થાઈ વિશાળ જગ્યા પર આગામી શિવરાત્રી 6/7/8 માર્ચ 1959માં ઉજવણી કરવાનું નક્કી થયું. પણ આઝાદી પછી મહેલ ખંઢેર હાલતમાં હોવાથી તેની સફાઈ અને રંગરોગાન માટે પહેલું વહેલું કામ જેતપુર નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ અંબાલાલ પટેલના આર્થિક સહયોગથી કરવામાં આવ્યુ અને અહિથી પ્રતિ વર્ષ શિવરાત્રી બોધોત્સવ ઉજવણીની શરૂઆત થઈ. આ મહેલનું ઉદ્ધાટન સમારંભ પણ યોજાયો હતો જેમાં અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટેના ચિફજસ્ટિસ મહેરચંન્દ મહાજન રહ્યા હતા અને આ કાર્યક્રમ વેળાએ એમને જ દયાનંદ સરસ્વતીને ભારતના ભિષ્મપિતાનું સંબોધન કર્યું હતું. આગામી લેખમાં મહેલ ખરીદી માટે આવેલી મુશ્કેલી અને મદદ માટેની વાત કરીશું. પણ મહેલને ગુરૂકુલ એટલેકે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટના નામથી ઓળખવામાં આવે છે. ઘણા લોકો આ મહેલને જ આર્ય સમાજ સમજે છે. પણ ટંકારા આર્ય સમાજ ત્રણ હાટડી શેરી ખાતે આવેલું છે. બન્ને ટ્રસ્ટો અલગ અલગ અને કાર્ય પણ જુદા જુદા છે. આર્ય સમાજ સ્થાનિક લોકો સાથે સંકળાયેલ હોવાથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. જ્યારે ગુરૂકુલ ખાતે ઉપદેશક વિદ્યાલય સહિતના અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે. પણ ત્રિદિવસીય ઋષિ બોધોત્સવ ટંકારા શહેર અને આજુબાજુના ગામડાના લોકો માટે અતિ મહત્વનો દિવસ હોય છે. આ દિવસોમાં ટંકારા ખાતે દેશ વિદેશમાંથી અનેક આર્યસમાજી ઉમટી પડે છે અને મેળા જેવો માહોલ સર્જાય છે. યજ્ઞ, પ્રવચનો વિશેષ મહાનુભાવો ઉપસ્થિત શ્રદ્ધાંજલિ સભા રાજમાર્ગો ઉપર શોભાયાત્રા સહિત આકર્ષણ જગાવે છે અનેક રાજ્યના મુખ્યમંત્રી રાજ્યપાલ નેતાઓ અભિનેતા ટંકારા ઋષિ જન્મભૂમિની મુલાકાત લઈ ધન્યતા અનુભવી ચુક્યા છે. આપણા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તો દયાનંદ સરસ્વતીને ગુરૂ માને છે. હાલના અનેક નેતાઓ પણ આર્ય સમાજ સાથે સંકળાયેલા છે.