મોરબી : મોરબીના રવાપરમાં ઉમા હોલ પાસે સ્કૂલ બસોનો પોઇન્ટ છે. અહીંથી દરરોજ 200થી 300 બાળકો સ્કૂલ બસમાં જાય છે અને આવે છે. ત્યારે આ વિસ્તારમાં આખલાઓનો અસહ્ય ત્રાસ હોય, દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. જેથી મહાપાલિકા દ્વારા આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.