ગત વર્ષની તુલાનાએ આ વર્ષે ઘઉંનું વાવેતર ઘટ્યું, ચણાનું વાવેતર બમણું વધ્યું : વર્ષ 2025ની તુલાને રવિ મોસમ 2026માં 17,585 હેકટર વાવેતર વિસ્તાર વધ્યોમોરબી : ઓણસાલ દિવાળી બાદ પણ કમોસમી વરસાદ ચાલુ રહેતા ખેડૂતોનો ખરીફ પાક સાફ થઈ ગયા બાદ રવિ એટલે કે, શિયાળુ સીઝનમાં ખેડૂતોને સારી નિપજની આશાએ ઘઉં, ચણા, જીરું, રાઈ, ધાણા, વરિયાળી, ડુંગળી અને શાકભાજીનું મોરબી જિલ્લામાં પુષ્કળ વાવેતર થયું છે. ચાલુ વર્ષે શિયાળુ વાવેતર સંપન્ન થયું છે. જો કે, વર્ષ 2025ની તુલાને વર્ષ 2026મા શિયાળુ પાકનો વાવેતર વિસ્તાર 17,585 હેકટર વધ્યો છે અને ગત વર્ષની તુલાનાએ આ વર્ષે ઘઉંનું વાવેતર ઘટ્યું છે અને ચણાનું વાવેતર વધુ પ્રમાણમાં થયુ છે.મોરબી જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના સતાવાર આંકડા મુજબ ચાલુ વર્ષે સમગ્ર જિલ્લામાં શિયાળુ વાવેતર પૂર્ણ થયું છે. આ વર્ષ જિલ્લામાં કુલ 2,06,655 હેકટરમાં શિયાળુ પાક લહેરાઈ રહ્યો છે. ગત વર્ષે આ જ સમયગાળામાં 1,89,070 હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર થયું હતું.તે જોતા આ વર્ષમાં 17,585 હેકટરથી વધુ વાવેતર વિસ્તાર વધ્યો છે. ગત વર્ષે જિલ્લામાં ઘઉંનું 65,170 હેકટરમાં વાવેતર થયું હતું.જેની સામે આ વર્ષે ઘઉંનું વાવેતર ઘટીને 60,132 થયું છે. સાથે જ ગત વર્ષે 24,397 હેકટરમાં ચણાનું વાવેતર હતું જેમાં બમણાંથી વધુના વધારા સાથે આ વર્ષમાં 51,024 હેકટરમાં ચણાનું વાવેતર થયું હોવાનું આંકડા જણાવી રહ્યા છે.જિલ્લામાં છેલ્લા બે વર્ષના વાવેતરની તુલનાપાક # વર્ષ 2025નો વાવેતર વિસ્તાર # વર્ષ 2026નો વાવેતર વિસ્તાર હેક્ટરમાંઘઉં # 65170 # 60132ચણા # 24397 # 51024જીરું # 67398 # 64108ધાણા # 2641 # 2164રાઈ # 2850 # 6373લસણ # 2853 # 3714વરિયાળી # 3680 # 1745ડુંગળી # 3260 # 3531શાકભાજી # 3593 # 4052ઘાસચારો # 13205 # 9688મોરબી જિલ્લમાં તાલુકા વાઈઝ વાવેતરહળવદ - 65635 હેકટરમાળીયા(મી.) - 11190 હેકટરમોરબી - 51550 હેકટરટંકારા - 38045 હેકટરવાંકાનેર - 40235 હેકટર