મોરબી : ઉત્તર પૂર્વ રેલવેમાં ગોંડા-બુઢવલ સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ઓખા-ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે બદલાયેલા માર્ગ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે:8 અને 15 માર્ચ, 2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ વાયા બારાબંકી-ગોંડા-મનકાપુરના બદલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ વાયા બારાબંકી-અયોધ્યા કેન્ટ-મનકાપુર થઈને ચાલશે. આ ફેરફારને કારણે ટ્રેન જે સ્ટેશન પર નહીં જાય તેમાં ગોંડા સ્ટેશનનો સમાવેશ થાય છે. તેમ રેલવેની યાદીમાં જણાવાયું છે.