SIR બાદ મોટી સંખ્યામાં નામ રદ કરવા અરજી થતા તંત્ર ચોકયું : નવી મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ બાદ 11704 મતદારોએ નામ નોંધણી માટે કરી અરજીમોરબી : મોરબી સહિત સમગ્ર રાજ્યમાં SIR બાદ નવી મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ બાદ હક્કદાવા રજૂ કરવાની મુદત દરમિયાન મોટા પ્રમાણમાં મતદારયાદીમાંથી નામ કમી કરવા અરજી થઈ છે ત્યારે મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં 10291 જેટલા નામ કમી કરવા અરજી થઈ છે. જેમાં સૌથી વધુ અરજી અને વાંધા વાંકાનેર વિધાનસભા બેઠકમાં 8458 જેટલા વાંધા રજૂ થયા છે.મોટા પ્રમાણમાં ફોર્મ નંબર 7 ભરાઈને આવતા ચૂંટણીતંત્ર પણ ખરાઈની કામગીરીમાં કામે લાગ્યું છે.SIR બાદ મતદાર યાદીનો પ્રાથમિક મુસદો જાહેર કરી ચૂંટનીતંત્ર દ્વારા હક્ક દાવા રજૂ કરવા માટે 18 જાન્યુઆરીની મુદત નક્કી કરવામાં આવી હતી. આ મુદત દરમિયાન મોરબી જિલ્લામાં 11,704 નવા મતદારોના નામ ઉમેરવા માટે અરજી કરવામાં આવી છે. જ્યારે ત્રણેય બેઠકમાં કુલ મળી 10,291 મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ 7 રજૂ થયા હોવાથી આ તમામ અરજીઓની ખરાઈ કરી ખોટી અરજીઓ તો નથી આવીને તે સહિતની બાબતો અંગે ખરાઈ કરવામાં આવી છે.નોંધનીય છે કે, સમગ્ર રાજ્યમાં રાજકીય પક્ષના બુથ સહાયકો દ્વારા મોટા પ્રમાણમાં ફોર્મ 7 રજૂ કરવામાં આવ્યા છે. જે તર્જ પર મોરબીમાં પણ મોટા પ્રમાણમાં ફોર્મ રજૂ થયાનું મનાઈ રહ્યું છે. જિલ્લામાં મોરબી - માળીયા બેઠકમાં 1236, ટંકારા બેઠકમાં 557 અને વાંકાનેર બેઠકમાં 8458 મતદારોના ફોર્મ નંબર 7 રજૂ થયા હોવાનું સામે આવ્યું છે.