ભરવાડ સમાજમાં કુરિવાજો દૂર કરવા તથા સાદગી, એકતા અને આર્થિક બચત લાવવા નવા નિયમો અમલમાં મુકાયામોરબી : મોરબીમાં સમસ્ત મચ્છુ કાંઠા (મજો કાંઠા) ભરવાડ સમાજની મીટિંગ મચ્છુમાંની જગ્યા, મહેન્દ્રપરા ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ભરવાડ સમાજમાં ચાલી રહેલા કુરિવાજો દૂર કરવા તથા સમાજમાં સાદગી, એકતા અને આર્થિક બચત લાવવા માટે નીચે મુજબના નિયમો (બંધારણ) સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યા છે. મચ્છુ કાંઠા ભરવાડ સમાજ મોરબી અને માળિયા તાલુકાના 70 ગામોમાં વસે છે. આ સમાજ દ્વારા નવું બંધારણ તા.20 જાન્યુ.થી અમલમાં મૂકી દેવામાં આવ્યું છે. કોઈ પણ નિયમનો ભંગ કરનારને રૂ. ૫,૦૦,૦૦૦ નો દંડ થશે અને દંડ નહિ ભરનારને નાતમાંથી બાર મુકવામાં આવશે અને નાત બહાર મુકેલા વ્યક્તિ સાથે કોઈ વેવાર રાખશે તો એને રૂ.૨,૫૦,૦૦૦ નો દંડ કરવામાં આવશે. કોઈ પણ નિયમનો ભંગ કરનાર વ્યક્તિ વિષે સમાજનું ધ્યાન દોરશે તો સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે અને રૂ.૨૧,૦૦૦નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. દંડની રકમ મોરબી જીલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિમાં જમા કરવાની રહેશે. જે રકમમાંથી સમજલક્ષી પ્રવૃત્તિઓ થશે.નવા બંધારણના નિયમો1. આજના સમયને ધ્યાનમાં રાખીને દિકરા-દિકરીનો ઓછામાં ઓછો અભ્યાસ કોલેજ /ગ્રેજ્યુએટ /સ્નાતક થઈ ગયા પછી જ સગપણ કરવાનો આગ્રહ રાખવો અને જ્યાં સુધી આગળનું ભણતર પૂરું ન થાઈ ત્યાં સુધી લગ્ન કરવાનો આગ્રહ રાખવો નહીં2. દિકરા-દિકરીના લગ્ન ફરજીયાત સમૂહ લગ્ન અથવા નેસડા વિવાહ અથવા કુટુંબ વિવાહમાં એક વરસમાં એક દિવસે કરવાનો આગ્રહ રાખવો.૩. દિકરીનુ સગપણ (કંકુ કન્યા) આપતી વખતે દિકરીના પક્ષ દ્વારા વધુમાં વધુ ૬ તોલા સોનું જ લઇ શકાશે અને સામ સામે સગપણ કરેલ હશે ત્યારે વધુમાં વધુ ૪ તોલા સોનું જ લઈ શકાશે.4. ભાયું ભાગ્યામાં દિકરી આપે ત્યારે વધુમાં વધુ ૬ તોલા સોનું લઈ શકાશે.5. લગ્નની છાબમાં વધુમાં વધુ દિકરા પક્ષે રૂપિયા ૨૧,૦૦૦/- જ આપવાના રહેશે.6. જમાઈ કરવા જવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.7. દિકરી કે વહુનુ આણું પાથરવાની પ્રથા બંધ રહેશે.8. શ્રીમંત (ખોરા ભરણું)માં વધુમાં વધુ ૧ તોલા સોનું જ આપી શકાશે અને વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ એ જ પ્રસંગમાં જવું.9. બોલાવવા (લાડવા લઈ) જવામાં ભાણેજ તથા ભાણીના ૫ જોડી કપડા લઇ જવા.10. મામેરા પ્રસંગે ૧થી ૩ તોલા સોનું જ આપી શકાશે. મામેરામાં વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ જ જઈ શકશે અને એક જ વ્યક્તિને વેવાર કરવાનો રહેશે. મામેરામાં વધુમાં વધુ રૂપિયા ૫૧,૦૦૦/- બેડે બાંધવા (બેઠું મામેરું ભરવું).11. ગોળ ખાવાનું તથા ચૂંદડી ઓઢાડવાની વિધિ માંડવે રાખવી અથવા લગ્ન લખતી વખતે જ કરવાની રહેશે. જો કોઈ ઘરમાં બીજો પ્રસંગ હોઈ તો તેની સાથે કરી શકો છો, અલગથી ખર્ચાળ આયોજન કરવું નહીં. આવા તમામ પ્રસંગોમાં ઓછામાં ઓછા વ્યક્તિએ જવું.12 લગ્ન લઇને એક બ્રાહ્મણ અથવા લગનીયા વધુમાં વધુ ૫ પુખ્ત વ્યક્તિએ જવું. એક જ વ્યક્તિને વેવાર કરવાનો રહેશે.13. પ્રિ-વેડિંગ, હલ્દી રસમ, મહેંદી રસમ, રીસેપ્સન, પગલા પાડવા જેવા સોશિયલ મીડિયા આકર્ષિત પ્રસંગોથી દુર રહેવું.14. લગ્ન પ્રસંગે કલાકાર પાર્ટી, દાંડિયા-રાસ તથા અન્ય ખર્ચાળ મનોરંજન કાર્યક્રમો સંપૂર્ણપણે બંધ રહેશે. બેન્ડ બાજા, સાદુ ડી.જે. તથા ઢોલ શરણાઈ રાખી શકાશે.15. લગ્ન પ્રસંગે ફટાકડા, વરરાજાની એન્ટ્રી, રૂપિયાની ધોર કરવી જેવા કાર્યક્રમ સદંતર બંધ રાખવા.16. મરણ સમયે માત્ર બે જ વખત જવાનું. એક વખત (પેલો બપોરા/બેસણા) ના દિવસે આવી જવું અને બીજી વખત પાણીઢોર (વીધી) ના દિવસે આવવુ. વાસણ પ્રથા સંપૂર્ણ બંધ રહેશે.17. ગોયણીમાં ૫૧૦૦ થી ૫૧૦૦૦ રૂપિયા જ મુકવા.18. કોઈ જમાઈના મૃત્યુ બાદ દિકરી કે દિકરાની ઈચ્છા સિવાય દેરવટુ કરવું નહિ. ત્યાં જો સામસામું હોઈ તો દિકરીનું ઘરભંગ કરવું નહિ.19. આ બંધારણમાં ભવિષ્યમાં સુધારા વધારા કરવા માટે દરેક મચ્છુ કાંઠા (મજો કાંઠા) ના ગામો તાલુકા અને શહેરના સુધારા સમિતિના સભ્યો દ્વારા સલાહ અને સમજુતી લઇ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.20. અફીણ, ઠાલીયા, દારૂ, ડ્રગ્સ, સિગારેટ, બીડી, માવા તથા તમામ પ્રકારના વ્યસનો સંપૂર્ણ રીતે બંધ રાખવા, ડાયરાની થારીમાં મુખવાસ સિવાય અન્ય કોઈ વસ્તુ મુકવી નહિ.