મોરબી : મોરબીના ઔદ્યોગિક હબ ગણાતા એવા સરતાનપર રોડ ઉપર પાંજરાપોળના ગેટ પાસે ગત મોડી રાત્રે ડમ્પર અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરની કેબિનનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતગ્રસ્ત વાહન રોડ ઉપર જ પડ્યા હોવાથી સવારના સમયે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.