મોરબી : ટંકારા વિધાનસભા વિસ્તારમાંથી મળેલા ફોર્મ નં.7ની તપાસ કરાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ બાવરવા દ્વારા નાયબ કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.રજુઆતમાં જણાવાયુ છે કે મતદારયાદી સુધારણાના કાર્યક્રમમાં આવેલ ફોર્મ નં -૭ માં ઘણા ફોર્મ ખોટી રીતે રજુ કરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે. તો અમારી માંગણી છે કે આવા આવેલ ફોર્મ નં. ૭ રજુ કરનાર કોણ છે? કોણે કેટલા ફોર્મ રજુ કરેલ છે?આમાં ખોટા ફોર્મ નં.૭ રજુ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમારી માંગણી છે. તેમજ યોગ્ય ખરાઈ કર્યા વગર જો નામ કમી કરવામાં આવશે તો જેતે ફોર્મ નં. ૭ રજુ કરનાર વ્યક્તિ તેમજ B.L.O સામે નામદાર કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરીશું. આ ઉપરાંત સ્થાનિક લોકોને સાથે રાખીને લોક અંદોલન પણ કરવાની ફરજ પડશે.