અકસ્માત સર્જી ઇકો કારનો ચાલક નાસી ગયોમોરબી : મોરબી તાલુકાના જેતપરથી જુના દેવળીયા જતા રોડ પર બે દિવસ પૂર્વે ઇકો કારના ચાલકે બાઈક સવાર યુવાનને હડફેટે લઈ ગમખ્વાર અકસ્માત સર્જતાં આશાસ્પદ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ઇકો કારનો ચાલક પોતાની ઇકો બનાવ સ્થળે રેઢી મૂકી નાસી ગયો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર - જુના દેવળીયા રોડ પર ગત તા.18ના રોજ સવારના સમયે જીજે - 36 - એઇ - 2525 નંબરનું બાઈક લઈને જઈ રહેલા માળીયા તાલુકાના મોટા ભેલા ગામના મન ભરતભાઇ સરડવા ઉ.19 નામના યુવકને જીજે -36 - એએલ - 1909ના ચાલકે હડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જતાં મનનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતની આ ઘટના બાદ ઇકો કારનો ચાલક ઇકો રેઢી મૂકી નાસી ગયો હતો.બનાવ અંગે મૃતકના પિતા ભરતભાઇ મગનભાઈ સરડવાએ ઇકો ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.