મોરબી જિલ્લામાં ટંકારા તાલુકામાં સૌથી ઊંચો સ્ત્રી જન્મદરટંકારામાં 365 દીકરા સામે 372 દીકરીઓના જન્મ : મોરબી શહેર - તાલુકામાં પુત્ર પ્રાપ્તિની ઘેલચ્છામાં સ્ત્રી જન્મદર સૌથી નીચોમોરબી : બેટી બચાવો... બેટી પઢાઓના નારા વચ્ચે મોરબી જિલ્લામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એવા ટંકારા તાલુકાએ ખરા અર્થમાં બેટી બચાવો સૂત્રને સાર્થક કરી વર્ષ 2025 મા સ્ત્રી જન્મદર વધારવામા ક્રાંતિ સર્જી છે. ટંકારા તાલુકામાં 1000 પુરુષ સામે 1019 દીકરીઓના જન્મ થયા છે.બીજી તરફ મોરબી જેવું મહાનગર સ્ત્રી જન્મદરમાં સૌથી પાછળ છે અહીં 1000 પુરુષ સામે માત્ર 889 બાળકીના જન્મ થયા છે.જન્મ મરણ નોંધણી વિભાગના સતાવાર આંકડા મુજબ વર્ષ 2025મા જાન્યુઆરીથી ડિસેમ્બર માસ દરમીયાન મોરબી જિલ્લામાં કુલ 23088 બાળકોના જન્મ થયા છે.જેમાં સ્ત્રી બાળકોની સંખ્યા 10994 અને પુરુષ બાળકોની સંખ્યા 12094 છે. એકંદરે મોરબી જિલ્લામા સ્ત્રી જન્મદરનો આંકડો પ્રતિ 1000 દીકરા સામે 909.05 દીકરીઓ છે. જેની સામે ટંકારા તાલુકામાં સ્ત્રી જન્મદર સૌથી ઊંચો રહ્યો છે. અહીં એક વર્ષમાં 365 દીકરા સામે 372 દિકરીઓમાં જન્મ થયા હોય ટંકારા તાલુકાનો સેક્સ રેશિયો 1000 પુરુષ સામે 1019 સ્ત્રીનો રહ્યો છે.ક્યાં તાલુકામાં કેટલા બાળકોનો જન્મતાલુકો સ્ત્રી પુરુષ સેક્સ રેશિયોહળવદ 1246 1315 948માળિયા 197 200 985મોરબી 7138 8029 889ટંકારા 372 365 1019વાંકાનેર 2041 2185 934કુલ 10994 12094 909.05સ્ત્રી જન્મદર ઘટવા પાછળ જાતિ પરીક્ષણ જવાબદારમોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારની તુલનાએ શહેરી વિસ્તારમાં સ્ત્રી જન્મદર ઓછો છે. ખાસ કરીને ટંકારા અને માળીયા મિયાણા તાલુકામાં સ્ત્રી જન્મદર ખૂબ સારો છે.જેની સામે મોરબી જેવા શિક્ષિત અને શહેરી વિસ્તારમા સ્ત્રી જન્મદરની સ્થિતિ ચિંતાજનક છે. આ સ્થિતિ માટે છાનેખૂણે થતા ગર્ભ પરીક્ષણ જવાબદાર હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. મોરબી મહાનગરપાલિકાના ચોપડે એક વર્ષમાં 14,496 જન્મ નોંધાયા છે અને 1037 લોકોના મૃત્યુની નોંધ થઈ છે.