તમામ લોન કોઈ પણ સિક્યુરિટી વગર ક્રમશઃ મળશે, બાદમાં રૂ.30 હજારનું ક્રેડિટ કાર્ડ પણ મળશે : યોજનાનો લાભ લેવા ડે.એન.યુ.એલ.એમ. ઓફીસેથી ઓનલાઈન અરજી કરાવવાની રહેશેમોરબી : શેરી ફેરિયા પોતાની આજીવિકા વધારી શકે તેમનો વ્યવસાય વધુ સારી રીતે ચલાવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પી. એમ. સ્વનિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત કોઈ પણ પ્રકારની સિક્યુરિટી વગર શહેરી વિસ્તારમાં વસવાટ કરતાં શેરી ફેરિયાઓને બેંક દ્વારા લઘુ ધિરાણ પૂરું પાડવામાં આવે છે.મોરબી શહેરના શેરી ફેરિયાઓ માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત પી. એમ. સ્વનિધિ યોજના અમલમાં છે, આ યોજનામાં મોરબીની હેડ વિસ્તારમાં વસવાટ કરતાં અને શેરી પ્રવૃતિ કરી પોતાનું ગુજરાન ચલાવતા લોકો નો ધંધો વ્યવસાય આગળ વધે તેમને વ્યવસાય માં આર્થિક રીતે મદદ મળી રહે તે હેતુ સર બેન્ક દ્વારા વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવે છે. જેમાં પ્રથમ લોનનું ધિરાણ રૂ. 15000/- મળવા પાત્ર છે, લોન ધિરાણને નિયમિત ભરવાથી સમય કે વહેલા સરે લોન ભરપાઈ કરવાથી વાર્ષિક 7 % વ્યાજ સહાય નો લાભ (BDT) મળવા પાત્ર છે, ડિજિટલ નાણાંકીય લેવડ દેવડ પર માસિક રૂ.100 અને વાર્ષિક રૂ.1600 સુધીનું કેશ બેક મળવા પાત્ર છે, પ્રથમ લોન ભરપાઈ થાય બાદ રૂ. 25000-/ ની દ્વિતીય લોન મળવા પાત્ર રહેશે, દ્વિતીય લોનની ભરપાઈ કર્યા બાદ તૃતીય લોન રૂ. 50,000 /મળવા પાત્ર રહેશે, ત્યારબાદ રૂપિયા 30,000-/નું ક્રેડિટ કાર્ડ શેરી ફેરિયાને મળવા પાત્ર રહેશે, ઉપરોક્ત દરેક લોનમાં કોઈ પણ પ્રકારની સિક્યુરિટી આપવાની રહેશે નહીં, લોન અરજી ઓનલાઈન કરવાની રહેશે જે www.pmsvanidhi.mohuda.gov.in વેબ સાઈટ પર થશે, આ યોજનાનો લાભ મેળવવા માંગતા શેરી ફેરિયાઓએ આધારકાર્ડ, વેન્ડરકાર્ડ, બેંક પાસબુક, UPI ID (ફોન પે / ગૂગલ પે) આધાર સાથે લિન્ક મોબાઈલ નંબર સાથે ઓનલાઈન પ્રક્રિયા માટે મોરબી મહાનગર પાલિકાની કચેરી ખારાકૂવા શેરી સહયોગ કૉમ્પલેક્ષ ડે.એન.યુ.એલ.એમ. ઓફીસનો સવારે 10:30 થી સાંજે 6:10 સુધી સંપર્ક કરી શકશે અથવા નજીકના CSC કેન્દ્ર પર લોન મેળવવા માટેની ફેરી પ્રવૃતિ કરતાં લોકો અરજી કરી શકશે મોરબી મહાનગરપાલિકા ની યુ.સી.ડી. શાખા દ્વારા વધુ ને વધુ ફેરી પ્રવૃતિ કરતાં લોકો લાભ લે તેવો આશય છે. તેમ યુસીડી શાખાના મેનેજરની યાદીમાં જણાવાયું છે.