મોરબી : 22 જાન્યુઆરી ને ગુરુવારના રોજ સવારે 9 થી 12 અને સાંજે 4 થી 7 વાગ્યા સુધી મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક, શોપ નં. 13, સોમનાથ પ્લાઝા, ૩ માળ મામા ફટાકડા પાસે, રવાપર રોડ, મોરબી ખાતે યોજાશે. બાર વર્ષનો બહોળો અનુભવ ધરાવતી ડો. મીતલ રૈયાણી (B. Physio - M.I.A.P.), કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા આ કેમ્પમાં દર્દીઓને નિઃશુલ્ક નિદાન તથા માર્ગદર્શન આપવામાં આવશે.આ કેમ્પમાં કમર, ગરદન, ઘૂંટણ, ખભા, એડી વગેરેના દુ:ખાવાની સારવાર તથા સાઇટિકા તથા સાંઘાના વા જેવી તકલીફ માટેની સારવાર, ડોક તેમજ કમરના મણકા તથા ગાદીના ધસારા કારણે થતી નસોની તકલીફ માટેની સારવાર, મનોચિકિત્સક બાળકોની સારવાર, ફ્રેક્ચર તેમજ જકડાઈ ગયેલા સાંધા માટેની સારવાર, હાથ, પગ તથા મોઢાના લકવા માટેની સારવાર, વેરિકોઝ વેન્સ, પગની નસ અને સ્નાયુની ગાંઠ માટેની સારવાર કરવામાં આવશે. કેમ્પમાં અપોઈન્ટમેન્ટ માટે મો. નં. 9727841107 પર સંપર્ક કરવા જણાવાયું છે.