મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 20 જાન્યુઆરી ને મંગળવારના રોજ 857 ક્વિન્ટલ એટલે કે 4285 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1654 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 203 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1330 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 553, તલના 1760, જીરુંના 4360, તુવેરના 1255, રાયના 1301, સીંગદાણાના 1597, ચણાના 1067, એરંડાના 1260 અને કાળા તલના 3365 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 700, કારેલાના 800, ગુવારના 1900, ભીંડાના 900, ટમેટાના 700, કોબીજના 200, કાકડીના 700, લીંબુના 340, દુધીના 500 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.