મોરબી : અમદાવાદથી મોરબી કાર લઈને આવી રહેલા સંતોષભાઈ શંકરભાઇ ચૌહાણ ઉ.36 રહે.કુંભારવાસ, વસંતવિહાર, વસ્ત્રાપુર, અમદાવાદ નામના કાર ચાલકને અણિયારી ટોલનાકા નજીક અચાનક છાતીમાં દુખાવો ઉપડતા કારની પાછળની સીટમાં સુઈ ગયા બાદ માળીયા નજીક ઓનેસ્ટ હોટલ ખાતે તેઓને જગાડતા જગ્યા ન હતા અને હાર્ટએટેકથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.