મોરબી : આઈશ્રી ખોડિયાર ગ્રુપ જન્મ જયંતિ ઉત્સવ નિમિતે તા.26 જાન્યુઆરીએ માટેલધામ ખાતે બાવન ગજની ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેળાએ આઈશ્રી ખોડીયારનો સાતે બહેનોનો રાસ, માં મેલડીનો, મોગલ માં રાસ, ભારત માતા રાસ આઈશ્રી ખોડીયાર ગ્રુપની બાળાઓ ભજવશે. આ મહોત્સવમાં જોડાવા લાલપર ગામથી સવારે 4 વાગ્યે ગાડીઓમાં યાત્રા નીકળશે. આ મહોત્સવમાં જોડાવા આયોજક હસમુખભાઈ પ્રવિણભાઈ સાવરીયાએ નિમંત્રણ પાઠવ્યું છે.