મોરબી : મોરબીમાં આજે સતવારા સહકાર મંડળ દ્વારા 11માં સમૂહ લગ્નોત્સવનું આયોજન લીલાપર કેનાલ રોડ પર બોરીયાપાટી ખાતે આવેલ રામકો રેસીડેન્સી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં 15 દીકરીઓએ ધામધૂમથી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સતવારા સહકાર મંડળ દ્વારા આયોજિત આ 11 માં સમૂહ લગ્ન લગ્નોત્સવમાં અગ્નિદેવની સાક્ષીએ સપ્તપદીના મંત્રોચ્ચાર તથા સંતોના આશીર્વાદ સાથે 15 નવદંપતીઓ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો. લગ્ન વિધિ શાસ્ત્રી આશિષભાઈ પંડ્યા (કોયલીવાળા)એ કરાવી હતી. આ અંગે આયોજકોએ જણાવ્યું કે દીકરીઓને 125 વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી છે. દરેક લોકો અત્યારના દેખાદેખીના યુગમાં લગ્ન પાછળ સમય અને પૈસાનો વ્યય કરે છે. ત્યારે સમાજના દરેક લોકો પોતાના સંતાનોના લગ્ન સમૂહ લગ્નમાં કરાવે તેવી અંતમાં તેઓએ અપીલ કરી હતી.