મોરબી : ડો. હસ્તલેખા મહેતા (હસ્તીબેન) દ્વારા એક દિવસીય બે કેમ્પનું આયોજન બે દાતા દ્વારા બે જગ્યાએ કરવામાં આવ્યું હતું. કેમ્પ નંબર 212નું આયોજન રસીલાબેન લલિતભાઈ રાવલ (બેંગ્લોર)ના સૌજન્યથી બોડાસર પ્રાથમિક શાળા મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં શાળામાં અભ્યાસ કરતા બાળકો તેમજ પરિવારને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. કેમ્પ નંબર 213નું આયોજન સ્વ.પરાગ બળવંતભાઈ મહેતા (મુંબઈ)ના સૌજન્યથી કાયાજી પ્લોટમાં આવેલા ધન્વંતરી ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ચામડી, નખ, વાળના દર્દોના નિષ્ણાત ડો. ચાંદનીબેન લિખિયા દ્વારા નિદાન તેમજ સારવાર કરવામાં આવી હતી. જે અંતર્ગત જરૂરિયાત મુજબ દવા, મલમ, ક્રીમ વગેરે આપવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા ડો.બીપીનભાઈ લહેરુએ જહેમત ઉઠાવી હતી. અમીતભાઈ મહેતા દ્વારા ફ્રી દવા વગેરે પણ આપવામાં આવી હતી. કેમ્પનો લાભ મોટી સંખ્યામાં દર્દીઓએ લીધી હતો. કેમ્પ સહાયક રશ્મિનભાઈ દેસાઈ, કોશિકાબેન રાવલ, જીગ્નેશભાઈ કોઠારી દ્વારા કોમ્પ્યુટર વર્ક કરી આપવામાં આવ્યું હતું.