વાંકાનેર : વાંકાનેર - કોઠારીયા રોડ પર ગઈકાલે બપોરના સમયે જીજે - 39 - ટી - 8127 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે પુર ઝડપે પોતાનો ટ્રક ચલાવી સામેથી આવતા ટ્રક નંબર જીજે - 37 - ટી - 6072 સાથે અકસ્માત સર્જી બન્ને ટ્રકમાં નુકશાન કર્યું હતું. આ અકસ્માતમાં આરોપી ટ્રક ચાલક પ્રકાશભાઈ રહે.બાડમેર રાજસ્થાન વાળાના પગમાં ફ્રેક્ચર થયું હતું.અકસ્માતના બનાવ અંગે મહેશભાઈ લખમણભાઈ સરસિયા રહે.કંચનપુર, દ્વારકા વાળાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.