સફાઈ યોગ્ય રીતે કરવામાં ન આવતા ગ્રાઉન્ડમાં આવતા લોકોને હાલાકીમોરબી : દર વખતની જેમ આ વખતે પણ એલઇ ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજ્યા બાદ ત્યાં સફાઈ સહિતની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી નથી. જેને પગલે આ ગ્રાઉન્ડમાં તૈયારી કરવા આવતા ઉમેદવારો અને વોકિંગ કરવા નીકળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના એલઇ ગ્રાઉન્ડમાં કોલેજને 75 વર્ષ પૂર્ણ થતા સીલ્વર જ્યુબેલી ઉજવવામાં આવી હતી. જેમાં હાલના અધિકારી તેમજ નિવૃત્ત કલાસ 1-2 અધીકારીઓ આયોજનકર્તા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયાને 8 દિવસ થઇ ગયા છે. છતાં પણ ગ્રાઉન્ડની યોગ્ય સફાઈ થઈ શકી નથી. અહીં ક્રિકેટ રમવા આવતા તેમજ પોલીસની તૈયારી કરતા યુવાનોને હાલાકી પડી રહી છે. દર વખતે કોઈ ગ્રાઉન્ડ બગાડી નાખતું હોય, આ મામલે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.