વિવિધ 11 મુદ્દા સાથે રેલી સ્વરૂપે મામલતદારને રજૂઆત કરી હળવદ : આદિવાસી સમાજ દ્વારા મુખ્ય માર્ગો પર રેલી કાઢી વિવિધ માંગણીઓને લઈ મામલતદારને રજૂઆત કરવામાં આવી છે.હળવદ તાલુકો એ ખેતી અને ઉદ્યોગમાં આગળ છે જેથી અહીં રોજીરોટી મેળવવા આદિવાસી સમાજ મોટી સંખ્યામાં મજૂરીકામ સાથે જોડાયેલો છે.જોકે તેઓને પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોય સાથે જ તેઓની સંખ્યા પણ અહીં મોટા પ્રમાણમાં હોય જેથી વિવિધ માંગને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. પત્રમાં જણાવ્યું છે કે હળવદ તાલુકા ની વસ્તીની સાથે સાથે આદિવાસી સમાજની પણ વસ્તી અહીં ખૂબ મોટા પ્રમાણમાં છે જેથી તાલુકામાં મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાનું સ્ટેચ્યુ જાહેર માર કે સારી જગ્યાએ મૂકવામાં આવે,તૈયાર થયેલ પાકનો સારો ભાવ આપવામાં આવે, આદિવાસી પરિવારના બાળકો ભણી શકે તે માટે એકલવ્ય સ્કૂલ અને હોસ્ટેલ બનાવવામાં આવે,કામદારોનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવી નવા લેબલ એક્ટ મુજબ માલિકો અને કામદારોનો લેખિત કરાર ફરજિયાત થાય,કારખાનામાં કે ખેતીમાં અ પૂરતી સુવિધાના કારણે સેકડો કામદારોના મૃત્યુ થતા હોય સેફટીના સાધનો આપવામાં આવે,કામનો સમય આઠ કલાકનો કરવામાં આવે,કામના સમયમાં માલિકોની બેદરકારીના કારણે કામદારોના થતા મોતમાં માત્ર અકસ્માતે મોતની નોંધ કરવામાં આવે છે જે કલમ 304 મુજબ સાપરાધ માંનવવધનો ગુનો દાખલ થાય તેવી વ્યવસ્થા કરવી સહિતના 11 મુદ્દાને રેલી કાઢી મામલતદારને રજૂઆત કરાઈ છે.