મોરબીની ટીમ વિજયી, વાંકાનેરની ટીમ રનર્સઅપ રહીમોરબી : તારીખ 18 જાન્યુઆરી ને રવિવારના રોજ ટંકારા મુકામે આવેલા 'દેવ કુંવરબા વિદ્યાલય' ગ્રાઉન્ડ ખાતે મોરબી જિલ્લા સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા માધમિક અને ઉચ્ચ માધમિક શાળાના કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી શહેર, વાંકાનેર, ટંકારા, હળવદ, માળીયા, તેમજ મોરબી તાલુકા એમ સમગ્ર મોરબી જિલ્લાની તમામ ગ્રાન્ટેડ શાળાઓમા ફરજ બજાવતા કર્મચારીઓમાંથી 48 કર્માચારીઓ મળી કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સિનિયર શિક્ષક હુંબલના હસ્તે કરવામાં આવ્યું હતું.પ્રથમ મેચ સવારે 7:30 કલાકે શરૂ કરી ફાઇનલ મેચ બપોરે 4:00 કલાકે પૂર્ણ થઈ હતી. આવી ટુર્નામેન્ટનું આયોજન પ્રથમ વખત જ કરવામાં આવ્યું હોય તમામ ખેલાડીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો અને પોતાની ટીમને આગળ લઈ જવા તનતોડ મહેનત કરી હતી. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓ માટે સવારે નાસ્તાની તેમજ બપોરના જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરોક્ત ટુર્નામેન્ટમાં મોરબીની ટીમ વિજેતા થઈ હતી તેમજ વાંકાનેરની ટીમ રનર્સઅપ રહી હતી. બંને ટીમને નિવૃત શિક્ષક પિત્રોડાના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંઘના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.