હળવદ : હળવદ તાલુકાના ધનાળા ગામની સીમમાંથી જુગાર રમતા 4 આરોપીને પોલીસે રૂ.33 હજારના મુદ્દામાલ સાથે પકડી તેની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસે બાતમીના આધારે ધનાળા ગામની સીમમાં ચાલતા જુગાર ઉપર દરોડો પાડી (૧) ચંદ્ર ઉર્ફે સજય રાણાભાઈ જીજુવાડીયા રહે. ગામ જુના ધનાળા તા.હળવદ(૨) વિજય ધીરૂભાઇ સાંતલપરા રહે. ગામ મહેન્દ્રનગર કાંતીજ્યોત પાછળ તા.મોરબી (૩) સુરેશ ઠાકરશીભાઇ સોનાગ્રા રહે. શોભેશ્વર પાર્ક, જુના ઘુંટુ રોડ મોરબી-ર (૪)સુરેશ રમેશભાઈ જીંજુવાડીયા રહે. હળવદ સલાટ ફળી તા.હળવદને રૂ.33,100ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. જ્યારે કિરણ જીલુભાઇ જીજુવાડીયા રહે ગામ જુના ધનાળા તા.હળવદનું નામ ખુલતા તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે.