અગાઉ રાહત આપ્યા બાદ થોડા જ દિવસોમાં રાહત રદ કરતો પરિપત્ર જાહેર કરાયો, જુના આદેશને પગલે કરાયેલ કાર્યવાહી પણ રદ કરવા સૂચનામોરબી : તાજેતરમાંગુજરાત સરકારે મોરબી શહેરી વિકાસ સત્તામંડળના નોન-ટીપી વિસ્તારોમાં લેન્ડ કન્ટ્રીબ્યુશનના ધોરણમાં મોટી રાહત જાહેર કરી હતી. જો કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે આ રાહત રદ કરતો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જુના આદેશને પગલે કરાયેલ કોઈ પણ કાર્યવાહી પણ રદ કરવા સૂચના અપાઈ છે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે 1 જાન્યુઆરી, 2026ના રોજ જારી કરેલા પરિપત્રમાં જાહેર કર્યું હતું કે નવસારી, મોરબી, આણંદ-વલ્લભ વિદ્યાનગર-કરમસદ, સુરેન્દ્રનગર-વઢવાણ, મહેસાણા, પોરબંદર, વાપી અને નડીયાદ જેવા શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારો (ડી2એ કેટેગરી)માં નોન ટી.પી.એરીયામાં લેન્ડ કન્ટ્રીબ્યુશનના ધોરણ ૪૦ % રાખવામાં આવ્યા હતા. જેમાં તા. ૩૧/૦૩/૨૦૨૭ સુધી રાહત આપવામાં આવી છે. તા.૩૦/૦૪/૨૦૨૬ સુધીમાં જો વિકાસ પરવાનગી માટે અરજી કરવામાં આવે અને સત્તામંડળમાં ફી જમા કરાવી દેવામાં આવે તો તેવા પ્રકરણોમાં તા.૨૩/૦૬/૨૦૨૫ પહેલાની જે તે સત્તામંડળની કેટેગરી મુજબ નોન ટી.પી.એરીયામાં લેન્ડ કન્ટ્રીબ્યુશનના ઘોરણ ધ્યાને લેવાનુ રહેશે.તા.૦૧/૦૫/૨૦૨૬ થી તા.૩૧/૧૦/૨૦૨૬ સુધીમાં જો વિકાસ પરવાનગી માટે અરજી કરવામાં આવે અને ફી જમા કરાવી દેવામાં આવે તો તેવા પ્રકરણોમાં નોન-ટી.પી.એરીયામાં લેન્ડ કન્ટ્રીબ્યુશનના ધોરણ ૪૦ % ને બદલે ૨૦ % ધ્યાને લેવાનુ રહેશે. જયારે તા.૨૩/૦૬/૨૦૨૫ પહેલા આયોજન હેઠળની જમીન બિનખેતી થયેલ હોય તેમજ લે-આઉટ પણ મંજુર થયેલ હોય તેવા કિસ્સામાં લેન્ડ કન્ટ્રીબ્યુશન ૨૦ % લેવાનું થાય છે તેને બદલે ૧૦ % ધ્યાને લેવાનુ રહેશે.તા.૦૧/૧૧/૨૦૨૬ થી તા.૩૧/૦૩/૨૦૨૭ સુધીમાં જો વિકાસ પરવાનગી માટે અરજી કરવામાં આવે અને ફી જમા કરાવી દેવામાં આવે તો તેવા પ્રકરણોમાં નોન-ટી.પી.એરીયામાં લેન્ડ કન્ટ્રીબ્યુશનના ધોરણ ૪૦ % ને બદલે ૩૦ % ધ્યાને લેવાનુ રહેશે. જયારે તા.૨૩/૦૬/૨૦૨૫ પહેલા આયોજન હેઠળની જમીન બિનખેતી થયેલ હોય તેમજ લે-આઉટ પણ મંજુર થયેલ હોય તેવા કિસ્સામાં લેન્ડ કન્ટ્રીબ્યુશન ૨૦ % લેવાનું થાય છે તેને બદલે ૧૫ % ધ્યાને લેવાનુ રહેશે. તા.૦૧/૦૪/૨૦૨૭ થી તમામ વિસ્તારોમાં સી.જી.ડી.સી.આર.ની ડી2 કેટેગરી મુજબની રેગ્યુલેશન નં. ૬.૧૭.૪ ની તમામ જોગવાઈઓ લાગુ પાડવાની રહેશે.આ રાહત આપતો પરિપત્ર થયાના થોડા જ દિવસોમાં સરકારે બીજો પરિપત્ર જાહેર કરી રાહત પરત ખેંચી લીધી છે. ઉપરાંત જુના પરિપત્રના આધારે જે કાર્યવાહી કરવામાં આવી હશે તેને પણ રદ કરવાની સૂચના જારી કરી છે.